Photo Gallery

ગુજરાત મીડિયા ક્લબ દ્વારા તારીખ ૧૩ મેં ૨૦૧૮ ના રોજ સિમ્સ હોસ્પિટલ ના સૌજન્યથી મીડિયા ક્લબના સભ્યો માટે અલાયદું હેલ્થ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતા આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં સભ્યોમાં આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો . પોતાના સ્વજન સાથે ૧૫૦ થી વધુ સભ્યોએ આ કેમ્પ નો લાભ લીધો હતો . હોસ્પિટલના જાણીતા કાર્ડીઓલોજિસ્ટ ડૉ. અનીશ ચંદારાણા અને હાર્ટ સર્જન ડૉ. ધવલ નાયકના માર્ગદર્શનથી આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં સિમ્સ હોસ્પિટલના કેતનભાઈ આચાર્ય સહિત અન્ય સ્ટાફ મેમ્બરોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત ડૉક્ટર ચંદારાણા અને ડૉક્ટર ધવલ નાય કે સભ્યોને આરોગ્યલક્ષી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પ દરમ્યાન હોસ્પિટલ દ્વારા અલ્પાહાર અને જમવાની ઉત્તમ વ્યસ્થા પણ કરવામાં આવા હતી.